સમગ્ર દુનિયા માટે કોવિડ (૧૯) (કોરોના વૈશ્વિક મહામારી) એ નવોજ અનુભવ છે. અને એમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારી એ સમગ્ર વિશ્વના માનવ જીવનને બદલી નાખ્યું છે.
આ મહામારીમાં આપણે કઈક સમાજને મદદ કરવી જોઈએ. આપણી સંસ્થા સમાજ અને સરકારની મદદથી વિકાસ કરે છે. આપણે સમાજનું ઋણ પાછું વાળવું જોઈએ. એવા શુભ ભાવથી સંચાલકશ્રી કાંતિભાઈ પટેલ સંસ્થાનાં પ્રમુખ શ્રી અને સેક્રેટરીને પરવાનગી મેળવીને રાહત પ્રવૃત્તિ ચાલુ કરી.
અમદાવાદમાં રહેતી અમારી વિદ્યાર્થિનીઓના વાલીઓને બોલાવીને રૂ.૨૦૦૦/- ની કિમંત વાળી કુલ ૭૦૦ કીટ વહેચવામાં આવી. તેમનો સંસ્થા તરફનો અહોભાવ જોઈને કાર્યકર ભાઈ બહેનો ખુશ થયા.
જે વિદ્યાર્થિનીઓ અમદાવાદ બહાર રહે છે અને જે કીટ લેવા આવી શકે તેમ ન હોય તેવી ૯૭ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ.૧૦૦૦/- જમા કરાવવામાં આવ્યા.
દરેક કર્મચારીનું જીવન અમુલ્ય છે. તે ધ્યાને લઈ સંસ્થામાં સેનિટાઇઝિંગ મશીન પણ લગાવવામાં આવેલ છે. તથા દરેકનું ટેમ્પરેચર માપવામાં આવે છે. તા.27/03/20 થી સંસ્થા ધ્વારા અમારી શિક્ષિકા બહેનો તથા કાર્યકર બહેનોએ દરરોજ ૩૫૦ થી ૫૦૦ વ્યક્તિ ઓનું પૌષ્ટિક ભોજન બનાવવાનું ચાલુ કર્યું. અમારા ઉત્સાહી ભાઈઓ તથા ઘાટલોડીયા પોલીસના સહકાર થી રોજનું કમાતા ગરીબોને જઈને વહેચણી કરી. સંસ્થા ના વાહન ધ્વારા આ ભોજન તા.23/05/20 સુધી ગરીબોમાં વહેચી એક તૃપ્તતાનો અહેસાસ થયો.
આ પ્રવૃત્તિ ................
“આત્મનો મોક્ષાય જગતો હિતાયના ભાવથી કરી”. |